Saturday, June 20, 2026

હળવદ મોરબી ચોકડી નજીક યુવકને ગાડો આપી માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ મોરબી ચોકડી નજીક યુવકને ગાડો આપી માર માર્યો.

હળવદ મોરબી ચોકડી નજીક યુવકને ગાડો આપી માર માર્યો હતો બાદ નાશી છૂટ્યો હતો. ત્યારે આ બાબતે ભોગ બનનાર એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસા ગવાડીમા રહેતા અને ડ્રાઈવરનો ધંધો કરતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ (ઉ ‌વ.૪૧) એ આરોપી લાલો રહે. મહેસાણા મૂળ અમદાવાદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૧૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સુમારે આરોપીએ ફરીયાદીને ગાડી કેમ ઉભી રાખી તેમ કહી ગાળો આપી જમણા હાથે કોળીથી ઉપરના ભાગે તથા જમાણા પગે ઢીચણના ભાગે છરીના બે ઘા કરી ઇજા કરી નાસી ગયેલ સારવાર દરમ્યાન જમણા હાથે કોળીથી ઉપરના ભાગે પાચ ટાકા તથા ઢીચણના ભાગે બાર ટાકા ની ઇજા પહોચાડી આરોપી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર દિલાવરખાને આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૫૦૪,૧૩૪, તથા જી.પી‌. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,791

TRENDING NOW