Monday, August 10, 2026

હળવદ ના ગામે બાઇકમાં કાવા મારવાની ના મળતા મહિલા સહિત ૪ શખ્શોએ યુવકને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના ગામે બાઇકમાં કાવા મારવાની ના મળતા મહિલા સહિત ૪ શખ્શોએ યુવકને માર માર્યો.

બાઇકમાં કાવા મારવાની ના પાડયા સારું નહિ લાગતા કાવા મારનાર યુવક અને મહિલા સહિત ૪ જેટલા શખ્સોએ યુવકને માર માર્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે રહેતા રાજુભાઇ નવઘણભાઈ ઉડેચા ઉ.30 નામનો યુવાન અને તેના પિતા રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા બાઈકના કાવા મારી નીકળતો હોય કાવા નહિ મારવા માટે સમજાવવા ગયા હતા. જે બાબતે સારું નહિ લાગતા આરોપી રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયા, અશ્વિન ચંદુભાઈ બાબરીયા, ચંદુભાઈ પ્રભુભાઈ બાબરીયા અને અણદીબેન ચંદુભાઈ બાબરીયા રહે. તમામ રાણેકપર વાળાઓએ એક સંપ કરી રાજુભાઇ અંર તેના પિતાજી ઉપર પાઇપ, ધોકા વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા ઘોઘા અને તેના પરિવાર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.

Related Articles

Total Website visit

1,624,947

TRENDING NOW