Sunday, June 21, 2026

માળિયાના જુના અંજીયાસર ગામે અગાઉ ના ઝગડા બાબતે બોલાચાલી બાદ છરીનો ઘા ઝીંક્યો.

Advertisement
Advertisement
Advertisement

માળિયાના જુના અંજીયાસર ગામે અગાઉ ના ઝગડા બાબતે બોલાચાલી બાદ છરીનો ઘા ઝીંક્યો.

માળિયા તાલુકાના જુના અંજીયાસર ગામે યુવકના મિત્રને એક શખ્સ સાથે છ સાત માસ પહેલા બોલાચાલી થયેલી જે બાબતનો ખાર રાખી શખ્સે યુવક તથા તેના મિત્રને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાય જઈ યુવકના મિત્રને છરી નો ઘા મારી દેતા ઈજા થયેલ તેમજ અન્ય બે શખ્સોએ યુવકને ધોકા વડે ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી ત્રણે શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા નુરદીનભાઈ નુરમામદભાઈ સામતાણી (ઉ.વ.૩૦) એ આરોપી કરીમભાઈ સલેમાનભાઈ માણેક તથા આમીનભાઈ સલેમાનભાઈ માણેક રહે. જુના અંજીયાસર ગામ તા. માળીયા (મી) અને રફીકભાઈ હાસમભાઇ મોવર રહે. શહેશાવલી પાસે વાંઢમા તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૪-૨૦૨૩ ના સવારના સવા અગીયારેક વાગ્યાના અરસામાં સાહેદ આદીલને આરોપી કરીમભાઈ સાથે છ સાત માસ પહેલા બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપતા ગાળો બોલવાનીના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ છરી નો એક ઘા આદીલને ડોકની પાછળ જમણી બાજુ મારી દેતા ઇજા થયેલ તેમજ આરોપી આમીનભાઈ તથા રફીકભાઈએ ફરીયાદીને ધોકા વતી વાસાના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નુરદીનભાઇએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,913

TRENDING NOW