Sunday, June 21, 2026

હજનાળી પ્રા.શાળા માં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

શ્રી હજનાળી પ્રા.શાળા માં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો
ગઈકાલે તા.21મી એપ્રિલ મોરબી તાલુકાની શ્રી હજનાળી પ્રા. શાળામાં વર્ષ:2022-23 માં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું.બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને ત્યારબાદ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યા.ત્યારબાદ શાળાના શિક્ષક સંજયભાઈ ગઢવી દ્વારા જાતે બનાવેલું કરુણ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.આ તકે શાળા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા ભૂતપૂર્વ શિક્ષકો હેમરાજભાઈ સાણંદિયા ,કાનજીભાઈ કાસુન્દ્રા, નીતેશભાઈ પડસુંબિયા, અમૃતાબેન રામોલિયા અને ઉષાબેન ચાવડા દ્વારા બાળકો આગળ ઉચ્ચ અભ્યાસ કરે તેમજ શાળા અને માતા પિતા નું નામ રોશન કરે એવું શુભેચ્છારૂપી પ્રોત્સાહન આપતુ વ્યક્તવ્ય આપવામાં આવ્યું.ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા.અને ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાને ભેટ આપવામાં આવી. અને છેલ્લે શાળાના આચાર્ય અને ધોરણ 8 ના વર્ગ શિક્ષક ગૌતમભાઈ ટુંડિયા દ્વારા વક્તવ્ય અને આભાર વિધિ કરવામાં આવી.આ તકે ધોરણ 1 થી 8ના તમામ બાળકોને પૂરી, શાક, અને જાંબુનું ભોજન શાળાના સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અમિતભાઈ ખાંભરા, મોહિતભાઈ ચનિયારા અને ગોરધનભાઈ પરમારે પણ ભારે જેહમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,608,906

TRENDING NOW