Wednesday, July 1, 2026

વાંકાનેરમાં યુવકને એક શખ્સે પાવડાના હાથા વડે ફટકાર્યો 

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં યુવકને એક શખ્સે પાવડાના હાથા વડે ફટકાર્યો 

વાંકાનેર: વાંકાનેરના હશનપરામા શક્તિમાંના મંદિર પાસે યુવકે એક શખ્સ પાસે ઉછીના પૈસા માગતા શખ્સે નહી આપી યુવક શખ્સના ઘર પાસેથી પસાર થતી વેળાએ શખ્સે યુવકને ગાળો આપી પાવડાના હાથા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના હશનપર શક્તિપરામા શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા કરમશીભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૫) એ આરોપી સંજયભાઈ કાન્તીભાઈ સોલંકી રહે. હસનપર શક્તિમાતાજીના મંદિર પાસે વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યા વખતે ફરીયાદીએ આરોપી પાસે ઉછીના પૈસા માગતા આરોપીએ નહીં આપતા ફરીયાદી આરોપીના ઘર પાસે નીકળતા આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી પાવડાના હાથાવતી ફરીયાદીને માથાના ભાગે એક ધા મારી તથા ડાબા હાથના પજા ઉપર એક ધા મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કરમશીભાઈએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,807

TRENDING NOW