Tuesday, June 30, 2026

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી

વાંકાનેર: વાંકાનેરમાં અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી યુવક સાથે એક શખ્સે ફોન ઉપર બોલાચાલી કરી ધમકી આપી તેમજ રૂબરૂ ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ચાવડી ચોક બહુચરાજી શેરીમાં રહેતા રાજ કેતનભાઇ સોમાણી (ઉ.વ.૩૩) એ આરોપી સુભાષ હમીરભાઇ હણ રહે. કુંભારપરા વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૯-૨૦૨૩ ના રોજ કાનાભાઇ દાનાભાઇ ગમારાને આરોપીના સગા વિજયભાઇ કરોતરા પોલીસ જમાદાર સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે ફોન ઉપર બોલાચાલી કરી ધમકી આપી તેમજ રૂબરૂ આવી બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રાજ કેતનભાઇએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૭,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,797

TRENDING NOW