Friday, June 19, 2026

વાંકાનેરના ભેરડા ગામ નજીક બાઈક પરથી પડી જતાં વૃદ્ધનુ મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર આવેલા ભેરડા ગામ નજીક બાઈક પર પાછળ બેઠેલ વૃદ્ધ પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર આવેલા ભેરડા ગામ નજીક ધુસાભાઇ જેસીંગભાઇ ભડાણીયા (રહે. સુંદરીભવાની તા. હળવદ) મોટર સાયકલ લઈને જઇ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ પાછળ બેઠેલા કેશવજીભાઈ સરવૈયા (રહે.ખાનપર, તા.વાંકાનેર) પડી જતા માથામાં હેમરેજ થઈ ગયું હતું. અને સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રવીણભાઇ કેશવજીભાઇ સરવૈયાએ આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,727

TRENDING NOW