Friday, June 19, 2026

મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની નામાંકીત કોલેજ બની સંપૂર્ણત: વેક્સિનેટેડ

મોરબી: વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રદાન કરતી મોરબીની નામાંકીત ઓમવીવીઆઈએમ દ્વારા સૌરાષ્ટ્ર યુવિવર્સિટીના નિર્દેશાનુસાર મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા ડી.ડી.ઓ. ભગદેવ તેમજ વેક્સિનેશન અધિકારી કારોલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો.

આ કેમ્પમાં વેક્સિનના ૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. બી.કોમ., બી.એ., બી.બી.એ.,બી.સી.એ., બી.એડ.,બી.એસ.સી., એલ.એલ.બી. સહીતની વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે વેક્સિન લીધેલ ન હતી. તેમજ જેમની વેક્સિનનો બીજો ડોઝ ડ્યુ થયેલ હતો. તેવા વિદ્યાર્થીઓનું રસીકરણ કરી કોલેજને સંપૂર્ણત: વેક્સિનેટેડ કરવામા આવી હતી. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સુર્યરાજસિંહ જેઠવા ઉપરાંત વિવિધ વિદ્યાશાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,708

TRENDING NOW