Sunday, July 26, 2026

વાંકાનેરના નવા વધાસીયા ગામે યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના નવા વધાસીયા ગામે યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના નવા વધાસીયા ગામે યુવકને એક શખ્સે કહેલ કે અહીથી વાહન નીકળવાના રૂપીયા કેમ ઉઘરાવીયા છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી યુવકને ત્રણ શખ્સોએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ મકવાણા (ઉ.વ.૩૫) એ આરોપી જગદીશભાઇ નારણભાઈ સોલંકી તથા કિશોરભાઈ નારણભાઈ સોલંકી તથા પારસભાઈ મહેશભાઈ સોલંકી રહે. ત્રણે નવા વઘાસિયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે આરોપી જગદીશભાઇએ ફરીરાદીને કહેલકે તે એક દીવસના અહીથી વાહન નીકળવાના રૂપીયા કેમ ઉધરાવીયા છે? તેમ કહી બોલાચાલી કરી ગાળોઆપી ફરીનો કાઠલો પકડી લઇ આરોપી કિશોરભાઈએ સાહેદને ઢીકીપાટુનો માર મારી વીખોડીયા ભરી ગાળો આપી તથા આરોપી પારસભાઈએ ફરીયાદી તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કિશોરભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,937

TRENDING NOW