Sunday, June 7, 2026

લાતી પ્લોટ નશાકારક સીરપ પ્રકરણમાં ગોડાઉન માલિક રાજકોટ થી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

લાતી પ્લોટ નશાકારક સીરપ પ્રકરણમાં ગોડાઉન માલિક રાજકોટ થી ઝડપાયો

મોરબીના લાતી પ્લોટના ગોડાઉન માંથી નશા કારક સીરપ નો જથ્થો ઝડપાયો હોય ત્યારે તે બાબતે પોલીસે ગોડાઉનના માલિકની રાજકોટ થી ધરપકડ કરી છે

આ અંગે મળતી માહિતી મુજબ વિગતો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ હરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુક્ત કફ સીરપની બોટલો નંગ- ૧૦,૦૦૦, કી.રૂ.૨૦,૫૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૨૦,૫૯,૮૦૦/-ના મુદામાલ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જેમા આરોપી આશીકુ આમદભાઈ સીપાઇ રહે. વાવડીરોડ ભારતપાન વાળી શેરી, મોરબી વાળાને જે તે સમયે અટક કરવામાં આવેલ હતો. અને આરોપી ગોપાલ પરબતભઇ ભરવાડ રહે રાજકોટ નવાગામ વાળાને અટક કરવાનો બાકી હતો.

આ ગુનાની તપાસ કે.એ.વાળા, પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન કરતા હોય ગુનામાં સંડોવાયેલ આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ વાળાને શોધી કાઢી આજરોજ ધરપકડ કરવામા આવેલ છે. અને ગુનાના મુળ સુધી પહોંચવા આરોપીની પુછપરછ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW