પાંચ માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
છેલ્લા પાંચ મહિનાથી મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડતી મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન ખાનગી બાતમી હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૯૩૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એએ, ૧૧૬(બી), ૮૧ મુજબનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા જાતે કોળી ઉ.વ.રર ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટવાળો મોરબી, ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસની બાજુમાથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.





