મોરબી સિરામિક ઉધોગને ફટકો, ગેસના ભાવમાં રૂ.૨.૪૦ રૂપિયાનો વધારો ઝીંકાયો.
છેલ્લા દોઢ એક વર્ષ કરતા વધુ સમયથી રસિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને હાલ ઇઝરાયેલ અને અમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેથી સિરામિક ઉદ્યોગને એક્સપોર્ટમાં અગાઉથી જ ફટકો પડ્યો છે અને વેપાર ઘટી જવા પામ્યો છે ત્યારે હવે દિવાળી પૂર્વે ગેસના ભાવમાં 2.40 રૂ. નો વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારે સીરામીક ઉદ્યોગ પર વધુ એક માર પડ્યો છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં દિવાળી પૂર્વે વધારો કરવામાં આવ્યો છે જેમાં અગાઉ MGO કરનાર માટે ગેસ નો ભાવ અગાઉ 47.10 રૂ. હતો જેમાં 2.40 નો વધારો થયો છે અને હાલ નવો ભાવ 49.50 રૂ. કરવામાં આવ્યો છે. ત્યારે આ ભાવ ૧/૧૧/૨૩ થી લાગુ પડશે.





