મોરબીના મણી મંદિર પાસે દરગાહના ગ્રાઉન્ડમાં જમણવાર યોજી જાહેરનામાનો ભંગ કરનાર આયોજક વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી: મોરબી શહેરના મણી મંદિર પાસે આવેલ દરગાહના ગ્રાઉન્ડમાં જાહેરનામાનો ભંગ કરીને માણસો એકઠા કરી ઉર્ષની ઉજવણી કરતાં આયોજક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં ભરવાડ શેરી હૈદરી મસ્જીદની બાજુમાં રહેતા આશીફ હાસમશા ફકીર (ઉ.વ.૩૨) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ફરીયાદ નોંધી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ વિવાદીત જગ્યાએ સક્ષમ અધિકારીની કોઇજાતની મંજુરી વગર જમણાવાર કરી સાઉન્ડ સીસ્ટમથી કાર્યક્રમ કરી ચારથી વધુ વ્યકિતઓ એકઠા કરી અધિક કલેકટર મોરબીના જાહેરનામાનો ભંગ કર્યો હતો અને અધિક કલેકટર દ્વારા ઇપીકો કલમ ૧૮૮ મુજબ જાહેરનામું બહાર પાડેલ હોય જેનો પણ ભંગ થતો હોવાથી પોલીસે આશીફશા સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે





