Saturday, June 6, 2026

મોરબી. મ ન પા કમિશનર ને આપવા ગયેલ વી એચ પી આગેવાનોને કમિશનર ન મળતા રોષ

Advertisement
Advertisement
Advertisement


આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લા તથા પ્રખંડ ના જવાબદાર લોકો મોરબી મહાનગરપાલિકા ના કમિશનર સાહેબ ને રૂબરૂ મળી અને આવેદન આપવા ગયેલ હતા. મોરબી મહાનગરપાલિકાની તાનાશાહી જે ચાલી રહી છે એના વિરોધમાં આવેદનપત્ર આપેલ હતું. વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લાના પ્રખંડના જવાબદાર વ્યક્તિ ને મળવામાં જો અવેવાર કરવામાં આવતો હોય તો મોરબીની જનતા સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે ફર્સ્ટ દેખાય રહ્યું છે અમોને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી દરેક સરકારી કર્મચારી લોકો ના સેવક છે. સોમવારે લોકો ને મળવાનો સમય ખુદ એમને જ આપ્યો હોવાથી અમો આજ આવેદનપત્ર આપવા ગયેલ હતા. અમો જ્યારે અરજદાર આવેદનપત્ર સાહેબનું લખે ત્યારે કમિશનર સાહેબ ને જ મળી ને રજૂઆત કરે એમના અન્ય અધિકારીને શું કામ મળે? જ્યારે આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પણ બધાંને મળતા હોય અને આપણા મોરબી જીલ્લા ના કલેક્ટર સાહેબ પણ સીધા બધાને મળતા હોય તો એક મહાનગરપાલિકા ના કમિશનર સાહેબને મળવા માં શું વાંધો હોય શકે? આ વિષય પર જરૂર પડ્યે વિશ્વ હિન્દુ પરિષદ પત્રકાર પરિષદ પણ આ બાબતે કરશે.

Related Articles

Total Website visit

1,607,752

TRENDING NOW