Thursday, June 18, 2026

મોરબી ના નવા બસ સ્ટેશન નજીક કાર ચાલકે સ્કૂટર ચાલકને હડફેટે લેતા અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના નવા બસ સ્ટેશન નજીક કાર ચાલકે સ્કૂટર ચાલકને હડફેટે લેતા અકસ્માત.

મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર કારે માયેસ્ટ્રો સ્કુટર હડફેટે લેતા સ્કુટર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સ્કુટર ચાલકના પિતાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર બોનીપાર્ક, શ્યામપેલેસ બ્લોક નં -૪૦૩ માં રહેતા વિનોદભાઈ હરગોવિંદભાઈ પોપટ (ઉ.વ.૬૦) એ આરોપી બલેનો કાર રજીસ્ટર નંબર-GJ-36-F-0567 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં બલેનો કાર રજીસ્ટર નં-જીજે- ૩૬-એફ-૦૫૬૭ વાળીનો ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના દીકરા મિલનભાઇના માયેસ્ટ્રો સ્કુટર રજીસ્ટર નં- જીજે-૦૩-એફએમ-૮૧૧૦ વાળા સાથે પાછળથી અથડાવી એકસીડન્ટ કરી પછાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી તેમજ જમણા પગના ઘુંટણ પાસે ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ ડાબા કાનમા ઇજાઓ કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મિલનભાઈના પિતા એ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,558

TRENDING NOW