Thursday, June 18, 2026

મોરબીના યુવક પાસે ઊંચા દરે આપેલ વ્યાજના પૈસા વસૂલવા ગયેલ ૪ વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવક પાસે ઊંચા દરે આપેલ વ્યાજના પૈસા વસૂલવા ગયેલ ૪ વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

મોરબીમાં ચાર શખ્સોએ યુવકને અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા આપી મુળ મુદલ ઉપરાંત વધુ વ્યાજ વસુલી ચારે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકના મિત્રની સ્વીફ્ટ કાર પડાવી લીધી હોય જેથી ભોગ બનનાર યુવકે ચારે વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે, સત્કાર પાર્ટી પ્લોટ, શીવમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૩૦૩મા રહેતા ભવ્ય ભરતભાઇ પ્રભુભાઈ ઘોડાસરા (ઉ.વ.૧૯) એ આરોપી પ્રિન્સ જાલરીયા મુળ રહે. લુટાવદર ગામ હાલ વાવડી ગામ પાસે તા. મોરબી, અભિશેકભાઈ સોઢીયા રહે. વાવડી ગામ પાસે તા. મોરબી, રાકેશભાઈ બોરીચા, ચેતનભાઈ સામતભાઈ જેઠા રહે. મોરબી વાવડી ગામ કબીર આશ્રમ પાસે મુળ રહે લતીપર વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી પાંચેક મહિના પહેલા બપોરના સાડા અગીયાર વાગ્યાના અરસામાં ચારે આરોપીઓએ ફરીયાદીને અલગ અલગ સમયે ધીરાણ અંગેના લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા ધીરાણ કરી મુળ મુદલ ઉપરાંત વધુ વ્યાજ વસુલી આરોપી પ્રિન્સ, અભિશેકભાઈ, તથા ચેતનભાઈએ ફરીયાદીને વ્યાજના રૂપીયા બાબતે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ચેતનભાઈએ બળજબરી પુર્વક ફરીયાદીના મીત્રની સ્વીફટ કાર નંબર- જીજે – ૦૧- આર.બી.- ૫૫૫૨ વાળી પડાવી લીધી હતી. આ બનાવમાં અંગે ભોગ બનનાર ભવ્ય ભરતભાઇએ આરોપી ચારે વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૩૮૪,૫૦૬(૨), ગુજરાત નાણાધીરધાર અધિનયમ બાબતે કલમ ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,560

TRENDING NOW