Saturday, June 6, 2026

મોરબીના વિસિપરા રોહીદાસપરા મેઈન રોડ પર આવેલ મકાનમાં તસ્કરોનો હાથ ફેરો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિશીપરા રોહિદાસપરા મેઈન રોડ વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકી (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૨-૦૬- ૨૦૨૪ ના ફરીયાદી પોતાના રહેણાંક મકાનમા પરિવાર સાથે નિચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિના મકાનના મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ-રૂ- ૧,૬૪,૫૦૦/-ની મતાની ચોરી કરી લઇ જતા ભોગ બનનારે જયંતીલાલે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW