Thursday, August 6, 2026

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમમાં શિવ પાર્ક -૨ સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામેની સીમમાં આરોપી વિજયભાઈ ઉર્ફે કારો મનહરભાઈ હમીરપરા (ઉ.વ.૨૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૭ કિં રૂ.૬૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ પંકજભાઈ રહે થાન જઈ. સુરેન્દ્રનગરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,733

TRENDING NOW