વાંકાનેરના રાજસ્થળી ગામે દવાની ઝેરી અસર થતા એકનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે ઝેરી દવાની અસર થતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું
વાંકાનેર: વાંકાનેર તાલુકા રાજસ્થળી ગામે રહેતા અજીતભાઈ મનસુખભાઇ ડાભી પોતાની વાડી એ તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ સરગવામા ઝેરી દવાનો છંટકાવ કરતા દવાની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે મોરબી મંગલમ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





