Monday, August 3, 2026

મોરબીના પાનેલી ગામે બોલેરો ગાડીએ હડફેટે લેતા માસુમ બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પાનેલી ગામે બોલેરો ગાડીએ હડફેટે લેતા માસુમ બાળકનું મોત

મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ જી.આઇ.ડી.સી.મા પાણીના ટાંકા પાસે બોલેરો ગાડીએ ૧૧ માસના બાળકને હડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખાટકી પરાના નાકાં પાસે રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારા (ઉ.વ.૨૪) એ આરોપી બોલેરો પીકઅપ ગાડી રજીસ્ટર નંબર -જીજે- ૩૬- ૫૦૩૧ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દીકરો(આશીષ ઉ.વ.૧૧ માસ) વાળો પાનેલી ગામે આવેલ જી.આઇ.ડી.સી.મા પાણીના ટાકા પાસે રમતો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-X-5031 વાળી ગાડી પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી ટાયરમાં હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ફરીયાદીના દિકરાનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,287

TRENDING NOW