Monday, June 15, 2026

મોરબીના નવલખી રોડ પર મજુરોના કામ કરવા બાબતે દંપતી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર મજુરોના કામ કરવા બાબતે દંપતી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

મોરબીના નવલખી રોડ પર ધુતારી વિસ્તાર નેક્ષસ સિનેમા સામે યુવકના ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય ત્યારે આરોપી આવી યુવકને મજુરોના કામ કરવા બાબતે જેમફાવે તેમ ગાળો આપી યુવક તથા તેના પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ રવિપાર્ક સોસાયટી શેરી નં -૦૨ માં રહેતા મનસુખભાઇ જગદીશભાઇ ભલછોડ (ઉ.વ.૪૦) એ આરોપી દામજીભાઇ ઉર્ફે ટીનો જીવરાજભાઇ મંડલી રહે. ગાયત્રીનગર વાવડીરોડ મોરબી, રેખાબેન દામજીભાઇ મંડલી રહે. ગાયત્રીનગર વાવડીરોડ મોરબી, દામજીભાઇના સાળી અલ્પાબેન રહે. રાજકોટ, ઇમરાનભાઇ રીક્ષાવાળા રહે. ગાયત્રીનગર વાવડીરોડ મોરબીવાળા વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઇંટોના ભઠ્ઠ કામ કરતા હતા ત્યારે આરોપી દામજીભાઈ ઉર્ફ ટીનો આવી ફરીયાદીને મજુરોના કામ કરવા બાબતે જેમફાવે તેમ ગાળો આપતા આરોપીઓ આવી ફરીયાદી તથા તેના પત્ની શિલ્પાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો મારતા શિલ્પાબેન તેને છોડાવવા જતા આરોપીઓએ શિલ્પાબેનને છરીનો એક ઘા સાથળના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,459

TRENDING NOW