Sunday, June 7, 2026

માળીયા-કચ્છ હાઈવે પર ટ્રક અથડાતાં પાર્ક કરેલી ઈનોવા કાર નો બુકડો

Advertisement
Advertisement
Advertisement

માળીયા-કચ્છ હાઈવે પર ટ્રક અથડાતાં પાર્ક કરેલી ઈનોવા કાર નો બુકડો

મોરબી: માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પહેલા રોડની સાઈડમાં પાર્ક કરેલી ઈનોવા કારની પાછળથી ટ્રક ભટકાતા કારનો બુકડો બોલી ગયો હતો. આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજમાં રહેતા ભાવેશકુમાર હકમાભાઈ ચૌધરી (ઉં.વ.૩૧) એ આરોપી ટ્રક નંબર આરજે-૫૨-જીએ-૮૬૪૨ નો ચાલક બાબુલાલ ગોપાલલાલ યાદવ (ઉ.વ.૩૮) રહે. લક્ષ્મીનગર જય અંબે વે બ્રીજની બાજુમા મોરબી વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૪-૦૯-૨૦૨૨ ના મધ્ય રાત્રિએ બે વાગ્યાના સુમારે માળીયા કચ્છ હાઈવે સુરજબારી ચેક પોસ્ટથી થોડે આગળ અને સુરજબારી પુલ પહેલા આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક ટ્રેઈલર નંબર- RJ-52-GA-8642 વાળી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આગળ રોડની સાઈડમા પાર્ક કરેલ ફરીયાદીની ઈનોવા કાર રજી. નંબર – GJ-18-GA-1509 ના પાછળના ભાગે ભટકાડી દેતા કારનો સંપુર્ણ પણે બુકડો થઈ ગયો હતો. આ બનાવ અંગે ભાવેશભાઈએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી. કલમ-૨૭૯,૪૨૭ એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW