Thursday, June 25, 2026

પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અન્ય કાર્યોમાં નહિ જોડાય:- કલેકટરને આવેદન પાઠવ્યું.

Advertisement
Advertisement
Advertisement

પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અન્ય કાર્યોમાં નહિ જોડાય:- કલેકટરને આવેદન પાઠવ્યું.

આજ રોજ શૌક્ષણિક કર્મચારીઓ દ્રારા મોરબી જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિધાનસભા ની ચૂંટણી પહેલા સરકારે વિવિધ પ્રશ્ર્નો ઉકેલવાની ખાત્રી આપી ટૂંક સમયમાં પરિપત્રો કરવામાં આવશે પરંતુ આજ સુધી અમુક પરિપત્રો થયા નથી જેવા કે 5.1.1965 ના પરિપત્ર મુજબ આચાર્ય ને એક ઈજફો આપવો 2005 પહેલાના કર્મચારી ને જૂની પેન્શન યોજના નો લાભ આપવો.શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ની ભરતી કરવી. જ્યા સુઘી ભરતી ન થાય ત્યા સુધી પ્રવાસી શિક્ષક આપવા.વિગેરે પ્રશ્ર્નો ના ઉકેલા માટે મોરબી જિલ્લા શૌક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્રારા કલેક્ટરશ્રી ને બાકી રહેલા વિવિધ પરિપત્રો ઝડપ થાય. એ બાબતે રજૂઆત કરી હતી.

આ તકે સંચાલક મંડળ ના મંત્રી મહેન્દ્રસિંહ ઝાલા ગુજરાત માધ્યમિક શિક્ષક મહામંડળના સંગઠન મંત્રી મહેશભાઈ ડાંગર મોરબી જિલ્લા ના આચાર્ય સંઘ ના પ્રમુખ સરસાવાડિયા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ બાબુભાઈ હુમલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ ભગવાનજીભાઈ વહીવટી સંઘ ના પ્રમુખ રાઘવભાઈ જવીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,609,345

TRENDING NOW