Sunday, August 23, 2026

કારખાનાનો રસ્તો ભૂલી ગયેલા મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી હળવદ પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

કારખાનાનો રસ્તો ભૂલી ગયેલા મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી હળવદ પોલીસ.

હળવદ વિસ્તારમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને રહેતા પરિણીતાને તેમના પતિ સાથે ઝગડો થતાં લાગી આવતા ત્યાં થી નીકળી ગયેલ હોઈ ત્યારે આ મહિલા કારખાનાનો રસ્તો ભૂલી જતા હળવદ બસ સ્ટેશન માં હોઈ ત્યારે ત્યારે હળવદ પોલીસે તેમનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે હળવદ પોલીસ સ્ટેશનના ખાતે એક સજ્જન વ્યક્તિનો ફોન આવેલ અને વાત કરેલ કે, હળવદ બસ સ્ટેશન પાસે એક અજાણી મહીલા બેઠી છે. તેણીની સાથે કોઇ નથી. જેથી પોલીસ મોકલો તેવી વાત કરતાં તુરંતજ શી ટીમ સ્ટાફને મોકલવામાં આવી હતી અને અજાણી મહીલાને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં પોતાનું નામ આશાબેન મહેશભાઇ ગણાવા હોવાનુ જણાવી મહીલા પોતાના પતિ સાથે મન દુ:ખ થતા પોતે સીરામીક કારખાને કામ કરતા હોય ત્યાંથી નીકળી ગયેલ અને અંધારૂ થઇ જતા કારખાનાનો રસ્તો ભુલી જતા પોતે ડરી ગયેલ હોય જેથી હળવદ આવી બેસી રહેલ હોવાનું જણાવ્યું હતું.જેથી તેઓને સી-ટીમ મારફતે પૂછ પરછ કરી જરૂરી ભરોસો વિશ્વાસ આપી તેઓની પરીવારની વિગત જણાવાનો પ્રયત્ન કરતા આ બહેને પોતે દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના મંડોલ ફળીયાના હોવાનુ જણાવતા અને ત્યાં આ બહેનના માતા-પિતા રહેતા હોવાનુ જણાવતા પોસ્ટે.ઓ. મારફતે દાહોદ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બહેનના માતાપિતાનો સંપર્ક કરી તેઓને બોલાવી આ મળી આવેલ બહેન નામે આશાબેન મહેશભાઇ ગણાવાને તેઓના માતા પિતા સાથે સહી સલામત જરૂરી કાઉન્લીંગ કરી મોકલી આપવામા આવેલ હતા.

Related Articles

Total Website visit

1,626,525

TRENDING NOW