Saturday, June 6, 2026

ઓખા નગર પાલિકાનાં જવાબદાર અધિકારીની લાલિયાવાડી હેઠળ લાઈટ શાખાની ઘોર બેદરકારીનાં ઉપલક્ષમાં PGVCL ઓખાનાં નિલેશભાઈ પટેલ અને પ્રકાશભાઈ તાવડીની શ્રેષ્ઠ કામગીરી…!!

Advertisement
Advertisement
Advertisement

ઓખા નગર પાલિકાનાં જવાબદાર અધિકારી અને લાઈટ શાખાની ઘોર બેદરકારી,અને PGVCL નાં ઉત્સાહી નાયબ ઇજનેરશ્રી નિલેશ પટેલ અને પ્રકાશભાઈ તાવડીની સરાહનીય કામગીરી જણાય છે.

ઓખા નગરપાલિકા સુરજકરાડી વિસ્તારનાં રામદેવપીર મંદિર પાસે પાડલી રોડ પર છેલ્લા ઘણાં સમયથી ઓખા નગર પાલિકાનો સ્ટ્રીટ લાઈટનો જર્જરીત વીજપોલ ધ્યાને આવતા કોઈ દુર્ઘટના કે મોટી જાનહાનિ સર્જાઈ તે પહેલા એક જાગૃત નાગરિક દિપકભાઈ ભાયાણી સમાચાર દ્વારા સમાચાર પત્ર મારફત ઓખા pgvcl અને પેટા સુરજકરડી નગર પાલિકાનું ધ્યાન દોરેલ હતું

જે બાબતની ઓખા પી.જી.વી.સી.એલ. ને જાણ થતાં ચોમાસાની સીઝન ચાલું હોય, પ્રિમોન્સુનની કામગીરીને પારખી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોતાનો અંગત સમય ફાળવી તાત્કાલીક ધોરણે તમામ પ્રોસેસ કરી સાવચેતી રૂપે અકસ્માત ટાળવા નકામાં અને નડતરરૂપ વીજપોલ દુર કરવાં સબંધિત મેઇન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવેલ, જેમાં છે.

ઓખા PGVCL નાં જુનિયર એન્જિનિયર શ્રી,નિલેશભાઈ પટેલ અને ઉત્સાહી પ્રકાશભાઈ તાવડીની સરાહનીય કામગીરી જણાય છે, કારણ કે પોતાના વિસ્તારમાં રહી ગયેલ કામ અથવા તો જરૂરિયાત વાળા કામોની જાણ પોતાના સભ્યો કે કાર્યકરો દ્વારા થાય,વિપક્ષ દ્વારા થાય,સમાચાર પત્રો કે અંકમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા. સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા જાણ થાય અને તેનું સ્વરૂપ વિનંતી વાળું હોય કે વિરોધાભાષી હોય પરંતુ વિસ્તારની સત્યતાંની ઓળખ કરી અને કામ શરૂ કરવું તે એક પ્રસંશનીય કામગીરી છે.

વધુમાં સર્વે કરનાર કર્મચારી શ્રી પ્રકાશભાઈ તાવડી પોતાનો નોકરીનો 6:00 વાગ્યાનો સમય પર્ણ થયો હોવા છતાં પણ પ્રજાના હિત માટે પૂરતો સપોર્ટ આપવા કામે વળગી પડેલ હતા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા PGVCl ટીમ નો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું, ભવિષ્યમાં આવી જ રીતે પ્રજાલક્ષી કામગીરી કરતા રહે તેવી અપેક્ષા સાથે લોક લાગણી પ્રવર્તી રહી છે.

Related Articles

Total Website visit

1,607,779

TRENDING NOW