Tuesday, June 23, 2026

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો.

ઊંચી માંડલ ગામે ફરીયાદીને સરકાર તરફથી આવાસ માટે મળેલ ૧૦૦ વાર પ્લોટ પર પાડોશીએ દબાણ કરી લેતા લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઇ છે.ત્યારે આ મામલે લેન્ડ ગ્રેવિંગ કમિટી તરફથી અનુમતિ મળતા તાલુકા પોલીસે આરોપી બે ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ભાવેશભાઇ કાળુભાઇ ચાવડા ઉ.વ.૩૭ જેઓ છૂટક મજુરી કામ કરે છે. તેઓ પાસે ઉંચી માંડલ ગામે રહેવા માટે મકાન ન હોય મોટા ભાઇ રાજેશભાઇ કાળુભાઇ ચાવડા સાથે ઉંચી માંડલ રહેતા હોય, તેઓએ સરકારની યોજના મુજબ ૧૦૦ વારનો પ્લોટ આવાસ બાંધકામ સબબ ઘરથાળ મફત પ્લોટ આપવા અરજી કરેલ હતી. જે અરજી આધારે તા.૦૫/૦૮/૨૦૨૨ની લેન્ડ કમીટીમાં પ્લોટ આપવા નિર્ણય થતા, તાલુકા વિકાસ અધિકારી, મોરબીની કચેરી દ્વારા ઉંચીમાંડલ ગામ તળનો પ્લોટ નંબર-૨૫ ક્ષેત્રફળ ૧૦૦ ચો.વાર મંજુર થયેલ. ત્યારબાદ તા.૧૦/૧૦/૨૦૨૨ ના રોજ મળેલ પ્લોટનો કબ્જો સોંપેલ હતો.આશરે છએક મહીના પહેલા જે પ્લોટ મળેલ તે પ્લોટની બાજુમાં ઉકાભાઇ રામજીભાઇ બોડાણા, મનસુખભાઇ રામજીભાઈ બોડાણા તથા તેના કુટુંબના સભ્યો રહેતા હોય, તેઓએ આખા પ્લોટમાં કબ્જો કરી વંડો બનાવી લીધેલ હતો. તેઓ આ પ્લોટ ખાલી કરતા ન હોય જેથી મામલો લેન્ડ ગ્રેબીંગ કમિટી સુધી પહોંચતા નિવાસી અધિક કલેક્ટર દ્વારા પ્લોટમાં દબાણ કરનાર વિરૂઘ્ધ ફરીયાદ દાખલ કરવા નિર્ણય થયેલ છે.
જેને પગલે તાલુકા પોલીસ દ્વારા ફરિયાદને આધારે ઉકાભાઈ રામજીભાઇ બોડાણા અને મનસુખભાઇ રામજીભાઇ બોડાણા રહે.બન્ને ઉંચી માંડલવાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,609,138

TRENDING NOW