Saturday, August 15, 2026

અખંડ ભારત સેવા દલ સંસ્થા ના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી ડૉ ગુલાબ ચંદ પટેલ નિમાયા

Advertisement
Advertisement
Advertisement

અખંડ ભારત સેવા દલ સંસ્થા ના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી ડૉ ગુલાબ ચંદ પટેલ નિમાયા

ભારતીય જનતા પાર્ટી સમર્પિત સંગઠન અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા ના ડૉ ગુલાબ ચંદ પટેલ રાષ્ટ્રીય સંગઠન પ્રભારી સેવા દલ સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણસિંહ સિંધા દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. થિયોસોફિકલ સોસાયટી ગાંધીનગર ના તેઓ કાર્યકારી પ્રમુખ છે.
કવિ નિરાલા સાહિત્ય અકાદમી નાગદા જંક્શન મધ્ય પ્રદેશ ના સચિવ છે.
ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ના ગુજરાત પ્રમુખ છે.
તેઓ સાહિત્યકાર ઉપરાંત સામાજિક કાર્યકર છે. છેલ્લા 14 વર્ષ થી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે તેઓ 350 થી વધુ સ્કૂલ કોલેજોમાં વ્યસન મુક્તિ ઉપરાંત આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ કરી ચૂક્યા છે તેઓ મહિલા ઓ ની જાગરૂકતા માટે બ્રેસ્ટ કેન્સર જાગૃત અભિયાન પણ ચલાવી રહ્યા છે.
સામાજિક કાર્યકર તરીકે 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે
સાહિત્ય ક્ષેત્રે 500 થી વધુ સન્માન તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયા છે.
તેઓને ગુજરાત ભૂષણ ભારત ભૂષણ અને કબીર કોહિનૂર જેવા મહત્વ પૂર્ણ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
તેઓને રાષ્ટ્રીય અધ્યક્ષ ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ દ્વારા હાર્દિક શુભેચ્છા ઓ પાઠવવામાં આવી છે.

ડૉ ગુલાબ ચંદ પટેલ
પ્રમુખ શ્રી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત Mo 8849794377

Related Articles

Total Website visit

1,625,286

TRENDING NOW