હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વાવવાના ખર્ચ બાબતે ઝગડો.
હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વાવવાના ખર્ચ બાબતે વાડી માલિક અને વાડી વાવવા રાખનાર વચ્ચે બોલાચાલી થયા બાદ વાડી વાવવા રાખનાર શખ્સોએ વાડીના માલિક પર હુમલો કર્યો હતો ત્યારે આ બાબતે હાલ ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકા સાપકડા ગામે રહેતા બળદેવભાઈ ઉર્ફે બીપીનભાઈ વશરામભાઈ ચૌહાણે પોતાની વાડી ચોથભાગે વાવવા માટે આરોપી સાગરભાઈ દિલીપભાઈ મકવાણા અને હસમુખ ઉર્ફે હકાભાઈ દિલીપભાઈ મકવાણાને આપી હોય બન્ને શખ્સોએ વાડી માલિક પાસે ખર્ચના પૈસા માંગ્યા હતા જે પૈસા આપવાની ફરિયાદી બળદેવભાઈએ ના પાડતા બન્ને આરોપીઓએ હુમલો કરી લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.





