હળવદમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો
હળવદ: હળવદના ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી લખાવી રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા એક ઈસમ પ્રકાશગીરી નવલગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૯) રહે. લાંબીદેરી ભવાનીનગર ઢોરો હળવદવાળાને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રવિભાઈ ભુરાભાઇ રબારી રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





