Sunday, June 28, 2026

વાંકાનેરમાં જુના પ્રેમ પ્રકરણ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં જુના પ્રેમ પ્રકરણ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી.

વાંકાનેર ના આરોગ્ય નગરમાં જુના પ્રેમ પ્રકરણ બાબતે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે આ બાબતે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જ્વાસા રોડ ઉપર રહેતા હરેશભાઇ ઉર્ફે મુનાભાઈ કારીયાની ભત્રીજીને અગાઉ આરોપી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેના મનદુઃખમાં આરોપી અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, શનિ ભરત ઠાકરાણી, ચિરાગ અશોક ઠાકરાણી અને શામજી અશોકભાઈ ગોરીયાએ આરોગ્યનગર ચોકમાં ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બીજી તરફ સામે પક્ષે શામજી અશોકભાઈ ગોરીયાએ આરોપી મુનાભાઈ કારીયા, દેવ મુનાભાઈ કારીયા, જેનિષ કારીયા અને કાળી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામે કેમ કાતર મારો છો કહી આરોપીઓએ ઢીકા પાટુની માર માર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,629

TRENDING NOW