રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ હમીરપર ગામે રામદેવપીર ના પ્રથમ પાટોત્સવનું આયોજન.
મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના હમીરપર ગામે તા.૩૦/૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ – હમીરપર ગામ ખાતે રામદેવપીર મહારાજ નો પ્રથમ પાટોત્સવ નું આયોજન કરવામા આવ્યું હતું આ આયોજન માં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગીયા સુધી મોરબી રામધન આશ્રમ ના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણી નો લાભ આપ્યો હતો અને સાથે ભજન સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગ માં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યો એ બદલ રામદેવપીર મંદિર ના પૂજારી જ્યંતિભાઈ રાઠોડ દ્વારા ગામ નો આભાર માનવામાં આવ્યો હતો.
અલખ ધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન , ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ
મુકેશ ભગત ની યાદીમાં જણાવ્યું હતું









