નગડવાસ ગામની સીમમાં કપાસની ગાસડીઓની આડમાં છુપાવેલા દારૂનો જથ્થો ઝડપાયો.
મોરબી તાલુકા નાગડવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ વાડીમાંથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે કુવા પાસે કપાસની ગાસડીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા પોલીસ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી પકડાયેલ ઇગ્લીશ દારૂના જથ્થા બાબતે કામગીરીમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને સંયુકતરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ કુવાના કાંઠે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂ, બીયરની પેટી નંગ-55 જેમાં કુલ બોટલ નંગ-1200 કઈંટ રૂપિયા 1,96,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.





