Saturday, June 20, 2026

રાણેકપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવમાં પિતા હાજર ન રહેતા પુત્રને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

રાણેકપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવમાં પિતા હાજર ન રહેતા પુત્રને માર માર્યો.

હળવદ તાલુકાના રાણેકપર ગામે યુવકના પિતા પંચાયતના સભ્ય હોય અને ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં યુવકનાં પીતા હાજર ન રહેતા બે શખ્સોએ યુવકને ફોન કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી ગાલ ઉપર ઝાપટો મારી હોવાની ભોગ બનનાર યુવકે બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા રાણેકપર ગામે રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાજપરા (ઉ.વ.૩૨) એ આરોપી નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા તથા રાજુભાઇ નવઘણભાઈ ઉડેચા રહે બંને રાણેકપર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ના પીતાજી રાણેકપર ગ્રામ પંચાયતના સભ્ય હોય અને તારીખ ૦૧/૦૩/૨૦૨૩ ના રોજ પંચાયતમાં અવિશ્વાસ ના પ્રસ્તાવ ના મતદાનમાં હાજર રહેલ ના હોય જેનુ મનદુખ રાખી આરોપી નંબર નવઘણભાઈએ તારીખ ૦૧/૩/૨૦૨૩ ના રોજ ફરીયાદીને ફોન કરી ગાળો આપી ફરીને જાતી પ્રત્યે અપમાનીત કરી તેમજ તારીખ ૧૧/૩/૨૦૨૩ ના રોજ આરોપી નવઘણભાઈ તથા રાજુભાઇએ ફરીયાદીને ગાળો આપી આરોપી નવઘણભાઈ એ કાંઠલો પકડી ગાલ ઉપર બે ઝાપટ મારી તથા આરોપી રાજુભાઇએ લોખડ નો પાઇપ લઈ આવી ફરીયાદીને પોતાની જાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે યુવકે બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩.૨૯૪(ખ),૫૦૪,૫૦૭,૧૧૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,884

TRENDING NOW