Saturday, June 20, 2026

મકાનની લોનનો હપ્તો ન ભરી શકતા યુવકને રિકવરી એજન્ટ સહિત ૪ ઈસમો એ માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

મકાનની લોનનો હપ્તો ન ભરી શકતા યુવકને રિકવરી એજન્ટ સહિત ૪ ઈસમો એ માર માર્યો.

મોરબી: મોરબીમાં મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો ન ભરી શકતા યુવકને જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે તેના ત્રણ અજાણ્યા માણસો સાથે આવી યુવકને ગાળો બોલી મુંઢમાર મારી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ સ્કાય મોલ સામે પી. જી. ક્લોક લીમડા પાનવાળી શેરીમાં રહેતા સંજયભાઇ ધનજીભાઇ વિડજા (ઉ.વ.૩૯) એ આરોપી રૂતુરાજસીંહ રહે. ધુળકોટ ગામ તા. હળવદ વાળો તથા તેની સાથે ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાની માલીકીની મહીંદ્રા કેયુવી રજી નં-GJ-03-KP-6365 વાળી લઇને પોતાની ઘરે જતા હોય તે વખતે આરોપી રૂતુરાજસીંહ રહે-મુળ ધુળકોટ ગામ તા.હળવદ જી.મોરબી હાલ રહે-મોરબી જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ હોય અને ફરીયાદીએ પોતાની માલીકીના મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો નાણાકીય સગવડ ન થતા ભરવાનો બાકી રહી ગયેલ હતો જે બાબતે આરોપી રૂતુરાજસીંહ તથા તેની સાથે આવેલ તેના ત્રણ અજાણ્યા માણસો સફેદ કલરની ગાડીમા આવી ફરીયાદીની ગાડી આગળ પોતાની ગાડી અવરોધરૂપ ઉભી રાખી પોતાની ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારી બળજબરી પુર્વક તેની ગાડીમાથી ઉતારી પોતાની ગાડીમા બેસાડી લઇ જઇ બધા માણસો ભુંડી ગાળો બોલી પ્લાસ્ટીકના પાઇપ વડે ફરીયાદીને શરીરે આડેધડ મુંઢ માર મારી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ફરીયાદીની ગાડીની ચાવીનો ઘા ફરીયાદી પર કરી પોતાની સાથે લઇને આવેલ સફેદ કલરની ગાડીમા બેસી નાસી ગયા હોવાની ભોગ બનનાર યુવકે આરોપી ચારે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૪૧,૩૬૫,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,883

TRENDING NOW