Monday, June 8, 2026

મોરબી-માળીયાના 42 ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચુકવવા CMને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયાના 42 ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચુકવવા CMને રજૂઆત

મોરબી: મોરબી-માળીયા તાલુકાનાં ૪૭ ગામોમાં તા. ૩-૭-૨૦૨૨ થી ૨૭-૮-૨૦૨૨ સુધી સતત અવિરત વરસાદ પડેલ છે. જરૂરીયાત કરતા ૧૫૦ થી ર૦૦ ટકા વરસાદ થયેલ છે. અંદાજીત ૪૨ ઇંચ થી ૪૮ ઈંચ સુધી વરસાદ પડેલ છે જેના કારણે વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયેલ છે. ખેડુતોએ બે થી ત્રણ વખત બિચારણની વાવણી કરેલ છતા પણ યોગ્ય વરાપના અભાવે ખેતી કાર્ય થઇ શકેલ નથી અને પાક નિષ્ફળ ગયેલ છે. તમામ ગામોમાં ૬૫ થી ૭૦ ટકા વિસ્તાર વાવેતર વગર બાકી છે, જે સઘળી હકીકતથી કૃષિ મંત્રી પણ વાકેફ છે. આ બાબતે સ્થાનીક અધિકારી તેમજ પદ અધિકારીને પણ વાકેફ કરેલ છે. તેમ છતા હજુ સુધી લીલો દુષ્કાળ જાહેર થયેલ નથી. તેથી તાત્કાલિક આ અંગે સર્વે કરીને મોરબી અને માળીયા તાલુકાના ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને જરૂરી સહાય ચુકવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાના જેપુર,નાનીવાવડી, પંચાસર, અમરાપર-નાગલપરા, મોટીવાવડી, બગથળા, બિલીયા , કાંતીપુર, મોડપર, ખેવારીયા, બરવાળા, ખાખરાળા, વિરપરડા , કેરાળી, માનસર , નારણકા, લુટાવદર, પીપળીયા, હજનાળી , બેલા, ફડસર, ફાટસર, ધુળકોટ , બાદનપર, રામનગર, ખારચીયા , જીવાપર(આ.), માણેકવાળા, ગોર ખીજડીયા, વનાળીયા , મહેન્દ્રગઢ (ફગસીયા), ડાયમંડનગર આમરણ.

તેમજ માળીયા તાલુકાના નાનાદહિસરા, કુંતાસી, રાજપર , મોટાદહિસરા, ભાવપર, બગસરા , દેરાળા, નંદનવન, નવાદેરાળા , બોડકી, જીંજોડા, વર્ષામેડી, ખીરસરા, ચાંચાવદરડા , તરઘડી ગામમાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય ચુકવવા માંગ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,877

TRENDING NOW