મોરબીમાં નવજાત બાળકીને છોડી જનાર અજાણી મહિલા વિરુદ્ધ ફરીયાદ
મોરબી : મોરબીના રામઘાટ નજીક
અજાણી મહિલા નવજાત બાળકીને તરછોડી મુકી જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રામઘાટ નજીક ગત તા.૧૧ ના રોજ મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૧૮ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.





