Monday, June 8, 2026

વાંકાનેરના જાલસીકા ગામ પાસેનો મચ્છુ-૧ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા, ૨૪ ગામોને એલર્ટ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના જાલસીકા ગામ પાસેનો મચ્છુ-૧ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા, ૨૪ ગામોને એલર્ટ

મોરબી: મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ -૧ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસેનો મચ્છુ -૧ ડેમ ૮૦.૨૮ ટકા ભરાતા મોરબી – વાકાનેરના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે અને પાણીની આવક સતત વધતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના ગામોને નદીના પટમાં અવર જવર નહીં કરવા સુચના આપી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થતા વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસેનો મચ્છુ -૧ ડેમ ૮૦.૨૮ ટકા ભરાઈ ગયો છે.આ ડેમમાં હાલ ૧૫૧૬ ક્યુસેક પાણીના પ્રવાહની આવક ચાલુ છે. પરંતુ આ જળાશયની ભરપુર સપાટી ૧૩૫.૩૩ મી છે જ્યારે જળાશયની હાલની જળ સપાટી ૧૩૪.૭૬ મી છે. આ ડેમમાં પાણીની આવક સતત વધતી હોવાથી આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને તંત્રએ ડેમની હેઠવાસના વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર- શહેર , મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર ,પંચાસર , વધાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર ,પંચાસીયા , ઢુવા, ધમલપર તેમજ મોરબી તાલુકાના
અદેપર, મકનસર, લખધીરનગર , લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપી છે.

Related Articles

Total Website visit

1,607,863

TRENDING NOW