Tuesday, June 30, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 55 બોટલો સાથે મહિલા ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 55 બોટલો સાથે મહિલા ઝડપાઈ

મોરબી: મોરબી વાવડી રોડ સ્વામિનારાયણ પાર્કમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૫૫ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેખાબેન દીલીપભાઇ દેવજીભાઈ વઘોરા (ઉ.વ.૩૫) મૂળ રહે. અમદાવાદ હાલ મોરબીના વાવડી રોડ નેરા પેટ્રોલપંપ પાછળ સ્વામિનારાયણ પાર્ક તા.જી. મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૫ કિં રૂ.૨૦,૬૨૫ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,748

TRENDING NOW