વાંકાનેરમાં યુવકને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો
વાંકાનેર: વાંકાનેરના હશનપરામા યુવક પાસે એક શખ્સે ઉછીના પૈસા માગતા નહી આપતા જેનું મન દુઃખ રાખી શખ્સે યુવકને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી લાકડી વડે માર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના હશનપરામા શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઇ કાન્તીભાઈ સોલંકી (ઉ.વ.૩૬) એ આરોપી કરમશી રવજી વાઘેલા રહે. શક્તિપરાવાળા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના છએક વાગ્યા વખતે આરોપી પોતે ફરીયાદી અનુ.જાતી ના હોવાનુ જાણતો હોવા છતા આરોપીએ ફરીયાદી પાસે ઉછીના પૈસા માગતા નહીં આપતા જેનુ મન દુખ રાખી આરોપી ફરીયાદીના ઘર પાસે જઇ જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી હના ધોકા વતી ફરીયાદીના જમણા હાથની પહેલી આંગળીમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





