વાંકાનેરના મેસરીયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ચાર શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો હરેશભાઇ સોમાભાઇ ભુસડીયા ઉવ.૨૫ રહે. મેસરીયા, વળથાળા વાડી વીસ્તાર તા. વાંકાનેર, ભરતભાઇ ગોવીંદભાઇ રાઠોડ ઉવ.૩૫ રહે. મેસરીયા, વળથાળા વાડી વીસ્તાર તા.વાંકાનેર જી.મોરબી, મીઠાભાઇ પાંચાભાઇ મકવાણા ઉવ.૪૦ રહે. મેસરીયા તા.વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૫૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ.૮૦૦૦ મળી કુલ કિં રૂ.૨૩,૩૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ચાર શખ્સો સામજીભાઇ સોમાભાઇ કોળી રહે.મેસરીયા તા.વાંકાનેર, ધનાભાઇ ગેલાભાઇ કોળી રહે.મેસરીયા તા.વાંકાનેર, વીનાભાઇ કેસાભાઇ કોળી રહે.મેસરીયા તા.વાંકાનેર, હસમુખભાઇ દેવગુણભાઇ કોળી રહે. મેસરીયા તા.વાંકાનેરવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





