Sunday, July 12, 2026

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૦ ઓકટોમ્બર થી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાત માં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૦ ઓકટોમ્બર થી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાત માં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન.

મોરબી માં લખધીરવાસ ચોક માં, નવરાત્રીના છઠા દિવસથી તા.૨૦ ઓકટોમ્બર થી તા.૨૪ ઓકટોમ્બર વિજયા દશમી સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા સાત વરસની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ રામભાઈ મોન્ડાલ,મોહિતભાઈ રાવલ,પ્રદિપભાઈ કુત્તુ, તુષાર પ્રમાણીક,સંદિપ મોન્ડાલ,વાસુદેવ અધિકારી,ચંચલ બેરા,સંજય દોલાઈ, બબલુ જોહર,તુષાર ભુનીયા,શુભાશીષ મોન્ડાલ,આશીષ પાલ, દ્વારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશ માં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે પાંચ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના,દેવી દુર્ગાનું બોધન,આહવાન,નિવાસ,નવ પ્રતિકા પ્રવેશ,સંપ્તમી મીહિત પુજા,મહા અષ્ટમી કલ્પેરંભ,મહા નવમી વિહીત પુજા,દશમી વિહીત પુજા, સરસ્વતી પુજા, દુર્ગાષ્ટમી,હવન,પુષ્પાજંલી,લક્ષ્મી પુજા,મહા આરતી,ઢોલ અને સિંદુર ખેલા જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને વિજયા દશમીના દિવસે દુર્ગાપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે.
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમાન્વય એટલે દુર્ગાપુજા પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, સંપતી અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુર મર્દની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્મૃતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,618,101

TRENDING NOW