Saturday, July 11, 2026

મોરબીમાંથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ૩ મોટરસાયકલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી અયોધ્યાપુરી રોડ તથા જુના બસસ્ટેન્ડ નજીક થી ચોરી થયેલ મોટર સાયકલો બાબતે ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય તે દરમ્યાન હયુમન સોર્સીસ થી બાતમીદારોને આધારે તથા નેત્રમ સી.સી.ટી.વી કેમેરાના આધારે પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમ પંચાસર રોડ ઉપર થી પસાર થનાર હોય જેથી તેની વોચ દરમ્યાન જણાવેલ ઇસમ ચોરીના મોટરસાયકલ સાથે નિકળતા તેની પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીની હોવાનું જણાય આવેલ તેમજ તપાસ દરમ્યાન અન્ય બે મોટરાસાયકલો આરોપીએ છુપાવેલ તે શોધી કાઢતા કુલ ચોરી થયેલ ત્રણ મોટરસાયકલો કબ્જે કરી આરોપી બળદેવપરી દેવપરી ગોસાઇ ઉ.વ.પર રહે. હાલ મોરબી-૨ સર્કીટહાઉસ સામે વિધુતનગર મુળ રહે. રણજીતગઢ તા. હળવદવાળાને ઝડપી પાડી આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,618,079

TRENDING NOW