Thursday, July 23, 2026

માળિયા ફાટક નજીક વર્લી ફિચરનો જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળિયા ફાટક નજીક વર્લી ફિચરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: મોરબીની માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા બે ઈસમો મુકેશભાઈ ભીમજીભાઈ ભાંભી (ઉ.વ.૪૦) રહે. આંબેડકર કોલોની છેલ્લી શેરી વાલ્મીકિ સમાજ પાસે વીશીપરા મોરબી તથા અનવરભાઈ બાવાભાઈ મોવર (ઉ.વ.૪૪) રહે. વીસીપરા મદીના સોસાયટી શેરી નં -૦૧ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૭૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,778

TRENDING NOW