ધ્રાંગધ્રા શહેરનું ગૌરવ નાની વયે મોટું કામ કરનાર નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલાના નગરપાલિકા પ્રમુખ તરીકેના કાર્યકાળની સુનેહરી સફર પૂર્ણ થઈ
આપ શ્રીના પ્રમુખ પદેથી મહત્વપૂર્ણ , કુશળતા પૂર્વક,દીર્ઘ દૃષ્ટિ અને માનવીય અભિગમથી કરેલા કાર્ય સુગંધની જેમ પ્રસરી રહ્યા છે જે આપની આગવી કુનેહનું પરિણામ છે. શહેરની જનતાના નાના મોટા કામમાં પોતીકાપણું રાખી રૂબરૂ સાથે રહી સક્રિય રસ લઈ પૂરા કરવા જે પિતાશ્રીનો વારસો જાળવી રાખનાર દરેક પ્રત્યે સમભાવ રાખીને પ્રમુખ પદની સફળતા પૂર્વક ટર્મ પૂરી કરવા બદલ અભિનંદન
જોગાસર તળાવને સુંદરતાનો ઓપ આપી બાળકોથી વૃદ્ધો સુધીના માટે આનંદનું માધ્યમ બનાવી, સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ધ્રાંગધ્રા પંથક ગર્વ લઈ શકે તેવા કાર્ય ઉડીને આંખે વળગે એવા છે, આપના સેવા કાર્યને બિરદાવવા માટે શબ્દો ટૂંકા પડે. આપ હજી ઉચ્ચ હોદ્દા પર આપની પસંદગી પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સાથે વધુ ને વધુ પ્રગતિ કરો તેવી વિશેષ શુભકામનાઓ.
મેહુલ સોની.





