Saturday, July 4, 2026

દ્વારકામાં શિક્ષણ મંત્રીની ઓચિંતી મુલાકાતથી શિક્ષણ ભવનના નબળા બાંધકામની પોલ ખુલી

Advertisement
Advertisement
Advertisement

દ્વારકામાં શિક્ષણ મંત્રીની ઓચિંતી મુલાકાતથી શિક્ષણ ભવનના નબળા બાંધકામની પોલ ખુલી
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ઓચિંતા પહોચ્યા હતા
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે શિક્ષણ ભવનનું કામ થતુ હતુ
અધિકારીઓ સામે શિક્ષણ મંત્રીએ ક્લાસ લીધી
દ્વારકામાં શિક્ષણ મંત્રીની ઓચિંતી મુલાકાતથી શિક્ષણ ભવનના નબળા બાંધકામની પોલ ખુલી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે ચાલી રહેલા શિક્ષણ ભવનના કામનું નિરીક્ષણ કરવા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ઓચિંતા પહોચ્યા હતા. જેમાં કામ નબળી ગુણવત્તાનું થતા હોવાનું સામે આવ્યું છે.

અધિકારીઓ સામે શિક્ષણ મંત્રીએ ક્લાસ લીધી

અધિકારીઓ સામે શિક્ષણ મંત્રીએ ક્લાસ લઈ કામ નબળી ગુણવત્તાનું હોઈ આ કામ તોડી પાડવાની સૂચના આપી છે. તેમજ કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું કામ થતું હોવાનું સરપ્રાઇઝ વિઝીટમાં સામે આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ઓચિંતા દ્વારકા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. જેમાં ભંડારીયા ગામે ચાલી રહેલા શિક્ષણ ભવનના કામની ઓચિંતી વિઝીટ કરી હતી. તેમાં સરકારી કામોમાં થતો ભ્રષ્ટાચાર ખુલ્લો દેખાઇ આવ્યો છે. કામ નબળી ગુણવત્તાનું હોવાનું પણ સામે આવ્યું છે.

ખોટા કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે: કુબેર ડિંડોર

મંત્રીની મુલાકાતમાં જ નબળા બાંધકામની પોલ ખુલી છે. જેમાં દ્વારકામાં શિક્ષણ ભવનની કચેરીનું બાંધકામ નબળું હતુ. ત્યારે મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે સ્કૂલનું કામ સો ટકા સારૂ થવું જોઈએ. પ્રફુલ પાનસેરિયાને આ બાબતે અભિનંદન છે. સારી કામગીરી માટે અમે સૂચનો આપ્યા છે. ખોટા કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે. ક્યાંય પણ ખોટુ કામ થાય તો ફરિયાદ કરી શકો છો.

અહેવાલ: દિપકભાઈ ભાયાણી

Related Articles

Total Website visit

1,610,967

TRENDING NOW