Saturday, July 4, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા તા. ૨૩ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા તા. ૨૩ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

લોકોના પ્રશ્નો / ફરિયાદો / રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૨૩-૧૧-૨૦૨૩ના રોજ સવારના ૧૧ કલાકે કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા, મુ. ખંભાળિયા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆત કરી નહીં શકાય. અરજદારશ્રી અત્રેની કચેરીમાં તા.
૧૦/૧૧/૨૦૨૩ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નિવાસી અધિક કલેકટરશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,610,955

TRENDING NOW