થાનગઢ,મૂળી, ચોટીલા, સાયલા માં સિંચાઇ નું પાણી આપવમાં સરકાર વિલંબ કરશે તો ગુજરાત માં દિલ્હી વાળી થશે..- રાજુભાઈ કરપડા
આજરોજ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં સુરેન્દ્રનગર નાં આંબરડી ગામે “ખેડૂત મીટીંગ” યોજાય હતી જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સિંચાઇ થી વંચિત તાલુકા માં સિંચાઇ નું પાણી પહોંચાડવામાં આવે સાથે જ ખેડૂતો ના દેવા માફી અને પૂરતા MSP કાયદા મુદ્દે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જો અહીંના ખેડૂતો ની દેવા માફી તેમજ સિંચાઇ ના પાણી ની માંગ સંતોષવામાં નહીં આવે તો દિલ્હી વાળી ગુજરાતમાં થશે..









