Friday, June 19, 2026

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાશે

તારીખ 14 2 2024
માતા પિતા પૂજન દિવસ
મહા સુદ પાંચમ
વસંત પંચમી
શ્રી સરસ્વતી પૂજન

તારીખ 16 2 2024
સૂર્ય નમસ્કાર દિવસ
મહા સુદ સાતમ
રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી
માં નર્મદા જયંતી

આગામી તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીની શાળા આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય શ્રી સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. અને સંસારમાં માતા પિતાના મહત્વનો સંદેશ આપશે. તેમજ સવારથી સરસ્વતી પૂજન નું આયોજન પણ કરવામાં આવશે.

આજ અઠવાડિયામાં તારીખ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે .શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર દ્વારા આ દિવસની ઉજવણી કરશે. આરોગ્યની મહ્ત્વતા સાથે સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ યોગ કઈ રીતે છે તેનું મહત્વ સમજશે. ઉલ્લેખનીય છે કે આ દિવસ નર્મદા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે

Related Articles

Total Website visit

1,608,737

TRENDING NOW