આગામી 21 ફેબ્રુઆરી 2024 ના રોજ શ્રી ચાલકનેચી માતાજી મંદિર સેવા સંસ્થાના ચાલકના જી.બાડમેર દ્વારા અખિલ ભારતીય ચારણ ગઢવી શક્તિ સંચયમય માતૃભક્ત મહાસંમેલન અને સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચાલકના સેવા સંસ્થાન ની ટીમ સમગ્ર ભારતવર્ષના ચારણોને આ મહસંમેલન મા સહભાગી થવા આમંત્રણ પાઠવી રહી છે. જે અંતર્ગત ટીમ ચાલકના આજે સોનલધામ ગાંધીધામ ના આંગણે આમંત્રણ પાઠવવા પધાર્યા ગાંધીધામ ચારણ સમાજ દ્વારા ચારણી પરંપરા સાથે અખિલ ભારતીય ચારણ યુવા મહાસભા ના અધ્યક્ષ અને એમની ટીમનું અભિવાદન કરી આ મહાસંમેલન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.. ચાલકના સેવા સંસ્થાન દ્વારા સમસ્ત ચારણ સમાજ ને આ ગૌરવમય મહાસંમેલન પધારવા ભાવ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય માઁ ચાલકનેચી












