Tuesday, June 23, 2026

ટંકારાના લજાઈ ગામે લાકડાના બે પાટિયા પરત માગતા આધેડને એક શખ્સે માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ ગામે લાકડાના બે પાટિયા પરત માગતા આધેડને એક શખ્સે માર માર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લિધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીએ મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધેલ હોય જેમાના બે લાકડાના પાટીયા ફરીયાદીએ પાછા માંગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,151

TRENDING NOW